ઘાસચારા કૌભાંડમાં જેલની સજા ભોગવી રહેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવનું સ્વાસ્થ્ય શનિવારે એકાએક કથળ્યું હતું. લાલુ પ્રસાદને તુરંત રાંચીની ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલુ છે. નોંધનીય છે કે ઘાસચારા કૌભાંડના ચોથા કેસમાં આજે નિર્ણય આવવાનો હતો. જેને ટાળી દેવામાં આવ્યો હતો. કેસની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.