ચારા કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની સામે પાંચ કેસો કોર્ટમાં ચાલી રહ્યા હતા જેમાં ચારનો અગાઉ નિકાલ આવી ગયો હતો, જ્યારે અંતિમ અને પાંચમા કેસમાં કોર્ટે લાલુને પાંચ વર્ષની જેલની સજા કરાઇ છે.
73 વર્ષીય આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવની અટકાયત જ્યારે દોષી ઠેરવ્યા ત્યારે જ કરી લેવાઇ હતી, હવે તેમને સજા થતા તેઓ જેલમાં જ રહેશે. નોંધનીય છે કે આ ચારા કૌભાંડ 1990થી 1995 દરમિયાન આચરવામાં આવ્યું હતું. આરોપ હતા કે સરકારી કોષાગારમાંથી 139 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી.