લાલુ પરિવારને મંગળવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ માંથી નોકરી માટે જમીનના કેસમાં ઝટકો લાગ્યો. કોર્ટે લાલુ, તેજ પ્રતાપ અને હેમા વિરુદ્ધ સમન્સ જારી કરવામાં આવ્યું છે. બધાને 11 માર્ચે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ કેસમાં સીબીઆઈએ લાલુ યાદવ અને અન્ય 78 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આમાં 30 સરકારી કર્મચારીઓ આરોપી છે.