બિહારના પૂર્ણિયામાં ગૃહમંત્રી અમિત શાહએ પોતાની રેલી દરમિયાન સીએમ નીતીશ કુમાર પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે ભાજપને દગો આપીને પોતાના સ્વાર્થ માટે નીતીશ કુમાર લાલુ યાદવના ખોળામાં બેસી ગયા છે. મારા પ્રવાસથી લાલુ યાદવ અને નીતીશ કુમારના પેટમાં દુખી રહ્યુ છે. લાલુ યાદવને સચેત કરતા અમિત શાહે કહ્યુ કે લાલુજી તમે ધ્યાન રાખજો, નીતીશ બાબુ કાલે તમને છોડીને કોંગ્રેસના ખોળામાં બેસી જશે.