Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સૌરાષ્ટ્રમાં પાણીના પ્રશ્ને રાજકારણ ગરમાયું છે. ઉપલેટા-ધોરાજીના કોંગ્રેસના ધારસભ્ય લલિત વસોયા પાણીના પ્રશ્ને આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા છે. જણાવી દઈએ કે વસોયાએ ભાદર-2 ડેમના કેમિકલયુક્ત પાણીના બદલે નર્મદાનું પાણી આપવાની માગ નાયબ કલેક્ટરને લેખિતમાં કરી હતી. પરંતુ કોઇ જવાબ ન મળતા આજે તેઓ નાયબ કલેક્ટર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. ઉલ્લેખનીય છે કે લલિત વસોયાની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો આ આંદોલનમાં જોડાયા છે.

મહત્વનું છે કે, ગઇકાલે રાજકોટ જિલ્લાના પાણીની સમસ્યા માટે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આમંત્રણ આપ્યું હોવા છતાં પણ લલિત વસોયા ઉપસ્થિત રહ્યા નહોતા. આ અંગે ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું હતું કે, સરકારના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કે કલેકટર દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું, આમંત્રણ વગર જવું મને યોગ્ય લાગ્યું નહોતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ