આઈપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદીને સુપ્રીમ કોર્ટે ન્યાયતંત્ર અંગે બિનજવાબદાર ટીપ્પમી કરવા બદલ માફી માગવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે મોદીની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે લલિત મોદી ભારતના કાયદાથી પર નથી. માફી નહીં માગે તો કાર્યવાહી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના ન્યાયધીશોએ કહ્યું હતું કે લલિત મોદીએ ટ્વિટરમાં જે ટીપ્પણી કરી એનો અર્થ એવો થાય છે કે ન્યાયતંત્ર કોઈની ખીસ્સામાં છે. શું મોદીને લાગે છે કે ન્યાયતંત્ર નબળું છે? લલિત મોદીના વકીલે કોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું એ સંદર્ભમાં કોર્ટે કહ્યું હતું કે મોદીએ માફી કેમ નથી માગી? પહેલાં તો બિનશરતી માફી માગે. સોશિયલ મીડિયામાં, અખબારોમાં માફી માગે તે પછી સોગંધનામું રજૂ કરે. માત્ર કોર્ટરૂમમાં માફી માગવાથી નહીં ચાલે. લોકો સામે જાહેરમાં ટીકા કરી છે તો માફી પણ જાહેરમાં જ માગવી જોઈએ, જેથી લોકોને તેની જાણકારી મળે.