કેન્દ્રીય મંત્રીમંડળે સંકટગ્રસ્ત લક્ષ્મી વિલાસ બેન્કના DBS બેન્ક ઓફ ઈન્ડિયા લિમિટેડ (DBIL)માં વિલય પ્રસ્તાવ પર મહોર મારી દીધી છે. બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ સાથે ATCમાં એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદમાં કેબિનેટ નિર્ણયોની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કે લક્ષ્મી વિલાસ બેન્કનો DBS બેન્કમાં વિલયનો આદેશ આપ્યો હતો. ATC Telecom Infraમાં 2480 કરોડના પ્રત્યેક્ષ વિદેશી રોકાણ (FDI)ને કેબિનેટે મંજૂરી આપી છે. ટાટા સમૂહની કંપની એટીસીના 12 ટકા શેર એટીસી પેસિફિક એશિયાએ લીધા છે.