વડાપ્રધાન મોદીના વતન વડનગર ખાતે આવેલા શર્મિષ્ઠા તળાવ અને તાના-રીરી મેમોરિયલને સાબરમતિ રિવરફ્રંટ અને કાંકરિયા લેકફ્રન્ટના આધાર પર રૂપિયા 100 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. ગુજરાતમાં આવેલ આ પૌરાણિક ગામને વધુ એક નવી ઓળખ મળશે. અમદાવાદથી માત્ર 100 કિમી નજીક હોવાથી વધુ પ્રવાસીઓને વડનગર તરફ આકર્ષશે તેવી સંભાવના પણ વ્યક્ત થઈ છે.