અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ડૉક્ટરે કરેલી આત્મહત્યાના કેસમાં નવી બાબત સામે આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ફરજ બજાવતી રૂહી હથિધરા નામની ડૉક્ટરનો મૃતદેહ ધાબા પરથી મળી આવ્યો હતો. જેને લેબર રૂમમાં મૃત ઘોષિત કરવામાં આવી હતી. આ મહિલા તબીબ પ્રેગ્નન્ટ હતી. તેમનાં લગ્નને અઢી વર્ષ જેટલો સમય થયો છે અને પતિ વડોદરા હોસ્પિટલમાં ફરજ બજાવે છે.