-
સામાન્ય રીતે પોલીસ એટલે ડંડાવાળી કરે. પરંતુ પોલીસ વિભાગમાં પણ માનવતા વાળા અને તેમાં પણ મહિલા પોલીસ ભલે ખાખી વર્દીમાં હોય તેમ છતાં એ ખાખી વર્દીની અંદર એક માતાનો જીવ પણ છે એવું પૂરવાર થયું છે. બેંગ્લોરમાં રસ્તાની એક તરફ તાજુ જન્મેલુ બાળક મળી આવ્યું. સંગીતા નામની એક મહિલા કોન્સ્ટેબલે આ શિશુને જોઇને દયા ઉપજી. કેમ કે રસ્તામાં ફેંકી દેવાયેલી હાલતમાં તેના શરીરે કીડીઓ ચોંટેલી હતી. તરત દવાખાને લઇ જઇને તેની પ્રાથમિક સારવાર થયા બાદ 10 મહિનાની પોતાની બાળકીની માતા સંગીતાને થયું કે આ બાળકીને હું દૂધ પીવડાવું તો કદાજ બચી જાય, નવુ પોષણ માતાના ધાવણથી મળે. ફરજ પરના ડોક્ટરોએ તેને મંજૂરી આપી અને સંગીતાએ પોતાની લાડકી દિકરીની જેમ તેને વ્હાલથી પોતાનું ધાવણ પીવડાવીને નવુ જીવન આપીને એક અનુકરણીય પગલુ અને ઉદાહરણ સમાજ સમક્ષ રજૂ કર્યું છે.