અમલસાડ નજીક માછીયાવાસણ ગ્રામ પંચયાતની મહિલા પાણી સમિતિની ઉત્કૃષ્ટ કામગીરીને જોઈ તેને બિરદાવી રાજ્ય સરકાર દ્વારા વિશ્વ જળ દિવસના રોજ એક કાર્યક્રમમાં રૂ. 50 હજારનો પુરસ્કાર એનાયત કરાયો હતો. ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં નાનકડુ માછીયાવાસણ ગામ આવેલું છે. આ ગામ કાંઠા વિસ્તારમાં આવેલ હોય અહીં પાણીની સમસ્યાનો લોકોએ સામનો કરવો પડી રહ્યો હતો.