મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન બીલને રજૂ કર્યું હતું, જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરી દેવામાં આવ્યું છે. લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે. અમિત શાહ તરફથી જાહેર કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, લદ્દાખના લોકોની લાંબા સમયથી માગ રહી છે કે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે, જેથી અહિંયા રહેતા લોકો પોતાના લક્ષ્યોને હાંસલ કરી શકે. રિપોર્ટ મુજબ જમ્મુ-કાશ્મીરને અલગથી કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરને લઇને સરકારનું સંકલ્પ પત્ર રજૂ કર્યું હતું. અમિત શાહે કહ્યું કે કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર આર્ટિકલ 370 ને હટાવી દેવામાં આવી છે. હવે તેના તમામ વિભાગો લાગુ થશે નહીં. ગૃહમંત્રીએ 35-એ કલમ હટાવવાની પણ જાહેરાત કરી હતી. શાહે કાશ્મીરના પુનર્ગઠન માટેની દરખાસ્ત પણ રજૂ કરી છે. તેમના નિવેદન બાદ રાજ્યસભામાં સખત વિરોધ શરૂ થયો છે. આ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તેમના ઘરે કેબિનેટની બેઠક મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કાશ્મીરને લઈને ત્રણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સ (એનસી) નેતા ઓમર અબ્દુલ્લાને રવિવારે મોડી રાત્રે નજરકેદ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા ઉસ્માન માજિદ અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ) ના નેતા એમ. ડબલ્યુ. ટેરિગામીએ આ દાવો કર્યો હતો. પોલીસનું કહેવું છે કે કાશ્મીરમાં તંગ પરિસ્થિતિ છે અને સૈન્ય તૈનાત વધારવામાં આવી છે, જેની વચ્ચે આ નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા હતા. ધરપકડ થયા બાદ ઓમર અબ્દુલ્લાએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. અત્રે નોંધનીય છે કે જમ્મુ કાશ્મીર વિધાનસભા રહેશે.