લદ્દાખમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતની આ ઉત્તરીય ભૂમિ, લદ્દાખની જમીન સામાન્ય જમીન નથી. આ સિયાચીન, કારગિલ, ભારત માતાની ભૂમિ છે. લદ્દાખ રાષ્ટ્રીય સંકલ્પનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે જાણીએ છીએ કે આપણી રાજકીય રાજધાની દિલ્હી છે અને આર્થિક રાજધાની મુંબઈ છે, આપણી તકનીકી રાજધાની બેંગલુરુ છે, તેવી જ રીતે લદ્દાખ વીરતા અને શૌર્યની રાજધાની છે.