Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બાંધકામ શ્રમિકો-અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં માત્ર 5 રૂપિયામાં મળશે સુવિધાયુક્ત આવાસની સવલત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જગતપુર ખાતે નિર્માણ થનારા શ્રમિક બસેરાનું ભૂમિપૂજન કર્યું હતું આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, મોટા બિલ્ડીંગ, ઈમારત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગો માટે જરૂરી ફેક્ટરીઝ એમ દરેક નિર્માણને પોતાના પરસેવાથી સિંચતા બાંધકામ શ્રમિકોને પોતાનું આશ્રય સ્થાન મળે તેની ચિંતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે.
શ્રમિક 60 વર્ષની વયે પહોંચે અને વયના કારણે કામકાજ કરવા શક્તિમાન ન રહે તો પણ તેના નિર્વાહ માટે દર મહિને 3000 રૂપિયા જેટલી પેન્શન રકમ પી.એમ. શ્રમયોગી માન ધન યોજના અન્વયે મળે છે. રાજ્યમાં ત્રણ લાખથી વધુ શ્રમિકોને આ યોજનાઓનું કવચ મળેલું છે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક શ્રમિકની ચિંતા કરી છે. જ્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર શ્રમિકોની સુવિધાઓમાં સતત વધારો કરી રહી છે. આજે 17 સાઈટ પર હંગામી આવાસના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ