L&T ફાઇનાન્સે મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ વેચવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની અગાઉ મ્યુ ફંડ બિઝનેસનો લઘુમતી હિસ્સો વેચવાની યોજના ધરાવતી હતી, પણ હવે તે એસેટ મેનેજમેન્ટ કંપની માટે ખરીદદાર શોધી રહી છે.L&T મ્યુ ફંડ 31 માર્ચ સુધીમાં રૂ.39,300 કરોડની એસેટ્સ ધરાવતું હતું. મ્યુ ફંડ ઉદ્યોગની કુલ એસેટ્સ રૂ.18.3 લાખ કરોડ છે. L&T ફાઇનાન્સ મ્યુ ફંડ બિઝનેસ માટે રૂ.2,000 કરોડનું વેલ્યુએશન માંગી રહી છે. જેના આધારે તેણે બિઝનેસનું મૂલ્ય સંચાલન હેઠળની એસેટ્સના પાંચ ટકા લેખે નિર્ધારિત કર્યું છે.