પોતાની નાની એન્ટ્રી લેવલ કાર ક્વિડથી ભારતમાં ધમાકેદાર શરૂઆત કરનારી રેનો ઇન્ડિયાએ વધુ એક વેરિએન્ટ તેમાં જોડી દીધું છે. હવે ક્વિડ 1.0માં આરએક્સએલ વેરિએન્ટ પણ મળશે. જેની કિંમત 0.8 લીટર બેઝિક ક્વિડથી 20 હજાર રૂપિયા વધુ છે. ક્વિડ આરએક્સએલ મેન્યુઅલની કિંમત 3.54 લાખ જ્યારે ઓટોમેટિકની કિંમત 3.84 લાખ રૂપિયા એક્સ શો-રૂમ દિલ્હી રાખવામાં આવી છે.