રાજકોટ પોલીસ કસ્ટડીમાંથી રાજકોટની એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહેલા ધારાસભ્ય (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-NCP) કાંધલ જાડેજા, પોલીસ જાપ્તાને થાપ આપીને વર્ષ 2007માં ફરાર થઈ ગયા હતા. ફરાર થઈ જવાના આ કેસમાં કોર્ટે કાંધલને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે આ ગુનામાં દોઢ વર્ષની સજા ફટકારી છે. અને 10 હજાર રૂપિયાનો દંડ કર્યો છે.
જોકે કાંધલ જાડેજાને જેલમાં નહીં જવું પડે. તેમના વકીલે કહ્યું કે કાંધલ 19 મહિનાની સજા ભોગવી ચુક્યા હોવાથી જેલમાં નહીં જવું પડે. સજા મોકૂફ માટે 1 મહિના માટે સ્ટે લેવામાં આવ્યો છે. તેઓ આગામી ચૂંટણી લડી શકશે.