કચ્છના જખૌના દરિયામાંથી શંકાસ્પદ બોટ સાથે પાંચ ડ્રગ્ઝ માફિયાઓને ઝડપી લેવામાં લેવામાં આવ્યો છે. ગુજરાત એટીએસને આ ડ્રગ્ઝના જથ્થા વિશે ગુપ્તચર માહિતી મળી હતી અને એના પગલે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સફળતા મળી હતી. આ ઓપરેશન ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને SOGએ મળીને સંયુક્ત રીતે હાથ ધર્યું છે. આ ઓપરેશન બાદ બોટમાંથી 35 જેટલા ડ્રગ્ઝના પેકેટ મળી આવ્યા છે જેની કિંમત 175 કરોડ રૂપિયા જેટલી છે. હાલમાં આ ડ્રગ્ઝ માફિયાઓને જખૌ લાવવામાં આવ્યા છે અને તેમની ઉલટતપાસ કરીને આ ડ્રગ્ઝના કારોબાર વિશે તપાસ કરવામાં આવશે.