મુન્દ્રા તાલુકાનાં છસરા ગામે લોહિયાળ જંગ ખેલાયો છે. જેમાં સરપંચ સહિત છ લોકોની કરપીણ હત્યાનો બનાવ બનતા સમગ્ર તાલુકામાં અરેરાટી ફેલાય ગઇ છે. આ બનાવના પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને પરિસ્થિતિ વધુ વણસે તે પેહલાં જ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠી દેવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે થોડા સમય પહેલાં જ છસરા ગામમાં સરપંચ પદની ચૂંટણી યોજાઇ હતી જે મામલે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાયું હતું. તેનો કરૂણ અંજામ આવ્યો.
ગઇકાલે મોડી રાત્રે ખેલાયેલા ખૂની ખેલમાં એક કોમનાં બે જ્યરે સામે પક્ષે ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ સશસ્ત્ર ધિંગાણાંમાં બે સગા ભાઈઓ તથા બે પિતરાઈ ભાઈઓ તેમજ સામાપક્ષે સરપંચ પુત્ર અને તેના દાદાને ગંભીર ઈજાઓ થતાં મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમણે દમ તોડ્યો હતો. જાણકારોના મતે છસરા ગામમાં સરપંચની ચૂંટણી બાદ નાના મોટા છમકલાં જો થતાં જ રહ્યાં છે પરંતુ આજે આટલી મોટી ઘટના બનશે તેવી તો કલ્પના જ કોઇએ કરી નહોતી.