આગામી તારીખ 17 અને 18 સપ્ટેમ્બરના રોજ ગુરૂગ્રામના સેક્ટર 29માં આવેલા સ્ટુડિયો એક્સઓ બારમાં સ્ટેન્ડઅપ કોમેડિયન કુનાલ કામરાનો શો યોજાવાનો હતો જેને રદ્દ કરાવવામાં આવ્યો છે. બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કુનાલ કામરાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
કુનાલ કામરાએ હવે ટ્વિટરના માધ્યમથી વિશ્વ હિંદુ પરિષદ માટે એક ખુલ્લો પત્ર જાહેર કર્યો છે જેમાં તેણે પોતે કદી હિંદુ દેવી-દેવતાઓની મજાક નથી કરી તેવો દાવો કર્યો છે. વીએચપી અને બજરંગ દળના સદસ્યોએ હરિયાણામાં વિરોધ કરવાની અને કુનાલના શોમાં ભંગ કરવાની ધમકીઓ આપી ત્યાર બાદ તેના શોને આગામી સપ્તાહ સુધી રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો.