ક્ષત્રિયોનું આંદોલન મંદ પાડવામાં પણ ભાજપના દિગ્ગજ નેતાઓના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે અને ઠેર ઠેર ભાજપના ઉમેદવારો, નેતાઓ પ્રચાર માટે ગયા ત્યાં અનેક સ્થળે વિરોધ પ્રદર્શનો કરાયાના અહેવાલ મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના લખતરમાં ભાજપના ચૂંટણી કાર્યાલય ખુલતાં વેંત જ ક્ષત્રિયોએ રોષભેર ત્યાં ધસી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો. રાજ્યમાં અનેક સ્થળે ઉગ્રતા વ્યાપ્તા પોલીસ સાથે ઘર્ષણ, ઝપાઝપી, અટકાયતોનો દોર ચાલ્યો હતો.