રાજકોટના ક્રિષ્ના વૉટર પાર્કમાં સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG)ના નિવૃત્ત અધિકારી રાજભા વાઘેલાની બર્થ-ડે પાર્ટીમાં પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો નશાની હાલતમાં હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા ગુરૂવારે રાત્રે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે શંકાસ્પદોની અટકાયત કરી તેમના મેડિકલ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ મામલે SP એસ.આર.ટંડેલની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
દરોડા દરમિયાન કેટલાક લોકો વૉટર પાર્કની દીવાલ કૂદીને ભાગ્યા છૂટ્યાની શક્યતા છે. SP એસ.આર. ટંડેલે મીડિયા સમક્ષ જણાવ્યુ હતું કે, અહીં 30 જેટલા લોકો હાજર હતા જેમાં 10 જેટલા લોકો પીધેલા ઝડપાયા છે, જેમાં 5 લોકા પરમીટવાળા હતા, અન્ય પીધેલા લોકો પાસે પરમિટ ન હતી. પીધેલાઓમાં તમામ સામાન્ય વ્યક્તિ જ હતા. પોલીસે જેમની સામે ગુનો દાખલ કર્યો છે તેમાં એક પણ પોલીસકર્મી પીધેલા નથી. આ મામલે કેટલાક લોકોને બચાવવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.