રામનાથ કોવિંદ 25 જુલાઈએ ભારતના 14માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેઓ પ્રણવ મુખર્જીના અનુગામી બનશે. NDAના ઉમેદવાર કોવિંદે ધારણા મુજબ UPAના મીરા કુમારને પરાજય આપ્યો. કોવિંદને કુલ માન્ય મતના 65 ટકા મત મળ્યા. કોવિંદને સૌથી વધુ મત યુપીમાં મળ્યા, જ્યારે સૌથી ઓછા કેરળમાં. આંધ્રપ્રદેશમાં તમામ મત કોવિંદને મળ્યા. ગુજરાતમાં કોવિંદને 132 મત મળ્યા. સાંસદના મતનું મૂલ્ય 708 હોય છે.