આગામી 5 ઓગસ્ટના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનું ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે થનાર છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં પીએમ મોદી સહીત ઘણા દિગ્ગજ નેતાઓ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં, રામ જન્મભૂમિ આંદોલનમાં જીવ ગુમાવનાર કોઠારી બંધુઓના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
કોણ હતા આ કોઠારી બંધુ
અયોધ્યા ખાતે રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં બંગાળથી રામ મંદિર આંદોલનમાં જીવ ગુમાવનાર કોઠારી બંધુઓના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે, 30 ઓક્ટોબર 1990ના રોજ વિવાદિત પરિસરમાં બનેલી બાબરી મસ્જિદના ગુંબજ પર કોઠારી બંધુઓએ ભગવો ઝંડો લહેરાવ્યો હતો. ત્યારબાદ પોલીસના ફાયરિંગમાં બંને ભાઈઓના મોત થયા હતા. અયોધ્યાના રામમંદિર આંદોલનમાં કોકતાના કોઠારી બંધુઓની ભાગીદારીની અવારનવાર ચર્ચા થતી રહે છે.
હનુમાન ગઢી મંદિર પાસે પોલીસ ફાયરિંગમાં થયું હતું મોત
જણાવી દઈએ કે 1990માં રામમંદિર આંદોલનમાં દેશભર માંથી કારસેવકો અયોધ્યામાં એકઠા થયા હતા. જેમાં, કોલકાતાથી કોઠારી બંધુઓ પણ અયોધ્યા પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 2 ડિસેમ્બર 1990 કારતક પૂનમના રોજ કારસેવક બાબરી મસ્જિદ તરફ આગળ વધવા માટે અયોધ્યામાં જ હનુમાન ગઢી મંદિર પાસે જમા થયા હતા. જ્યાં પોલીસે તેમને કાબુ કરવા માટે ફાયરિંગ કર્યું હતું. વહીવટી તંત્રના આંકડા મુજબ, હનુમાન ગઢી પાસે થયેલા પોલીસ ફાયરિંગમાં 16 લોકોના મોત થયા હતા. જેમાં રામ કોઠારી અને શરદ કોઠારી પણ હતા.