કોલકાતામાં સરકાર સંચાલિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર રેપ અને હત્યા બાદ દેશભરની ઘણી હોસ્પિટલોના ડૉક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. પરંતુ ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA) એ મંગળવારે તેની હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. સરકારે તેમની માંગણી સ્વીકારી લીધા બાદ હડતાલ સમાપ્ત કરવામાં આવી હતી. આ દરમિયાન ફોરેન્સિક અને મેડિકલ એક્સપર્ટસ સાથે સીબીઆઈની એક ટીમ બુધવારે કોલકાતા પહોંચશે અને તપાસ શરૂ કરશે.