કોલકાતામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યા કેસ અંગે સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં સમગ્ર દેશના ડોક્ટરો બે દિવસની હડતાળ પર ઉતર્યા હતા, પરંતુ સરકાર સાથે વાતચીત થયા બાદ ડોક્ટરોએ મંગળવાર (13 ઓગસ્ટ) ની રાતે હડતાળ સમાપ્ત કરવાનું એલાન કર્યું હતું. સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું કે, ડોક્ટરોની બધી જ માંગો સ્વીકારવામાં આવી છે.