કોલકાતા ના ડૉક્ટર બળાત્કારની હત્યા કેસ નું રહસ્ય ઉકેલાઈ રહ્યું નથી. આ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ચર્ચા ચાલી રહી છે. જો કે આ દરમિયાન મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. TMC ના વરિષ્ઠ નેતા અને લોકસભા સાંસદ જવાહર સરકારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જવાહર સરકારે મમતા બેનર્જીને પત્ર લખીને તમામ પદ છોડવાની જાહેરાત કરી છે.