ભારત સરકાર 1.2 બિલિયન ડોલરના ખર્ચે સોનાની ખાણને પુનર્જીવિત કરવા જઈ રહી છે. કર્ણાટકમાં કોલાર વિસ્તારમાં સોનાનો અનામત જથ્થો હોઈ છે, જેનું ખોદકામ છેલ્લા 15 વર્ષથી બંધ હતું. તે ફરી શરુ કરવા આયોજન કરાયું છે. હાલમાં ભારત દુનિયામાં બીજા નંબરનો સોનાનો આયાતકાર દેશ છે. ત્યારે સરકાર ઘરે આંગણે સોનાનું ઉત્ખન્ન કરી વિદેશ વેપારમાં ખાધ દૂર કરવા ધારે છે.