વિરાટે ધોનીની ભરપુર પ્રસંશા કરતાં કહ્યું : ‘’તે માત્ર કપ્તાન ન હતો,મારો તારણહાર હતો.ખરાબ પ્રદર્શ છતાં મારું સ્થાન ટકાવ્યું.’’ તેણે કહ્યું કે વનડે કરીયરની શરુઆત થઈ, તેમાં પહેલી ત્રણ મેચમાં મારું ખરાબ પ્રદર્શન હતું, છતાં મને ચાન્સ આપ્યો. ચોથી મેચમાં પહેલું અર્ધશતક ફટકાર્યું. તેવું જ ટેસ્ટમાં થયું. પહેલા પાંચ દાવમાં હાઈએસ્ટ સ્કોર 30 હતો, છતાં ધોનીને લીધી ટકી રહ્યો.