મુંબઈના વાનખેડેમાં રમાઈ રહેલી સેમીફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે કમાલ બતાવી છે. ન્યુઝીલેન્ડ સામે વિરાટ કોહલીએ 81મો રન બનાવતા જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિન તેંડુલકરે વર્લ્ડ કપ 2003માં 673 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે આ વર્લ્ડ કપની આઠમી અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડતા મોટી સિદ્ધિ હાંસલ કરનારો વિશ્વનો પ્રથમ અને એકમાત્ર ખેલાડી બન્યો છે. જે બાદ પ્રધાનમંત્રી મોદીએ પણ તેમના ટ્વિટર હેન્ડલ પરથી અભિનંદન પાઠવ્યા હતા.