કિંગ્સ્ટનમાં રમાયેલી સીરિઝની બીજી ટેસ્ટ ભારતે 257 રને જીતીને વિન્ડીઝનો 2-0થી વ્હાઇટવોશ કર્યો હતો. વિજય બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સીરિઝના સૌથી સફળ બોલર જસપ્રીત બુમરાહની પ્રશંસા કરી અને તેને વિશ્વનો સૌથી સંપૂર્ણ બોલર ગણાવ્યો. વિરાટે કહ્યું કે, તે અમારી ટીમમાં છે, તે અમારા માટે સૌભાગ્યની વાત છે. આ સાથે વિરાટે સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ઓલરાઉન્ડર હનુમા વિહારીની પણ પ્રશંસા કરી અને તેને આ સીરિઝની શોધ ગણાવ્યો હતો. આ દરમિયાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ ભારતીય ટીમને અભિનંદન આપવા માટે ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે બુમરાહને શાનદાર કહ્યો હતો.
બુમરાહ આ શ્રેણીનો સૌથી સફળ બોલર સાબિત થયો. તેણે બે ટેસ્ટમાં હેટ્રિક સહિત 9.23ની સરેરાશથી કુલ 13 વિકેટ લીધી હતી. એન્ટિગુઆમાં પ્રથમ ટેસ્ટમાં તેણે 62 રન આપીને 6 વિકેટ લીધી હતી. બીજી ટેસ્ટ મેચમાં તેણે 58 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. આ સિવાય ઇશાંત શર્માએ 11 અને મોહમ્મદ શમીએ આ શ્રેણીમાં 9 વિકેટ લીધી હતી.