વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની સિંગાપોર યાત્રા દરમ્યાન છેલ્લાં દિવસે ત્યાં અમેરિકાના સંરક્ષણ મંત્રી જિમ મેટિસને મળ્યા હતા. આ દરમિયાન બંન્ને નેતાઓએ પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા - વિચારણા કરી હતી. અમેરિકાએ હાલમાં પેસિફિક કમાંડનું નામ બદલીને ભારત સાથે જોડ્યું છે. અમેરિકન સૈનાએ મહત્વપૂર્ણ કમાન્ડનું નવું નામ યુએસ-ઇન્ડો પૈસિફિક કમાન્ડ રાખ્યું છે.