દેશના પૂર્વોત્તર રાજ્યોની ચૂંટણીમાં સફળતા મેળવ્યા પછી ભાજપ હાઇ કમાન્ડ ખુશખુશાલ છે. વર્ષ ૨૦૧૩થી ૨૦૧૮ વચ્ચે પૂર્વોત્તરના સાત રાજ્યોમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યામાં ૧૫ ગણો વધારો થયો છે. એક સમયે પૂર્વોત્તરના ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, આસામ, મણિપુર, મિઝોરમ અને સિક્કિમ એમ સાત રાજ્યોમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ફક્ત નવ હતી. જોકે, વર્ષ ૨૦૧૮માં આ આંકડો વધીને ૧૪૦ થઈ ગયો છે.