ટ્વિટર પર બ્લુ ટિક વેરિફિકેશન માટે લેવામાં આવતી ફીનો મુદ્દો છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે, ભારતમાં ટ્વીટર યુઝર્સને ક્યારે બ્લુ ટિક માટે વળતરનો સામનો કરવો પડશે. આનો જવાબ જાણવા માટે, ટ્વિટર પર એક યુઝરે એલોન મસ્કને પૂછ્યું કે, અમે ભારતમાં ક્યારે ટ્વિટર બ્લુ રોલ આઉટની અપેક્ષા રાખી શકીએ?
આ સવાલના જવાબમાં એલોન મસ્કે પણ એક ટ્વિટ કર્યું હતું. તેમના ટ્વીટનો જવાબ આપતા એલોન મસ્કે લખ્યું કે, આશા છે કે, તે એક મહિના કરતાં ઓછા સમયમાં રોલઆઉટ થઈ જશે. Twitter પર બ્લુ ટિક વેરિફિકેશન માટે 8 ડોલર મહિનાનાના પ્લાનની આજથી શરૂઆત થઈ ગઈ છે. જોકે શરૂઆતમાં તેને એપલ યુઝર્સ માટે પહેલા શરૂ કરવામાં આવી રહ્યું છે.