રાજ્યભરમાં પાછલા 24 કલાકમાં શ્રીકાર વરસાદ થયો છે. સૌથી વધુ કપડવંજ તાલુકામાં છ ઇંચ વરસાદ પડ્યો છે. ગત 24 કલાકમાં મધ્ય ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થયો છે. ગોધરામાં 134 મીમી, ખેડાના માતરમાં 122 મીમી, આણંદના સોજિત્રામાં 119 મીમી, ગાંધીનગરના કલોલમાં 111 મીમી તો અમદાવાદના સાણંદમાં 110 મીમી વરસાદ પડ્યો છે. રાજ્યના 19 તાલુકાઓમાં ચારથી છ ઇંચ વરસાદ પડ્યો છે.