વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સૌથી મહત્વાકાંક્ષી પરિયોજનાઓમાંથી એક પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) એટલેકે આયુષ્માન ભારત યોજનાનો શુભારંભ કર્યો છે. આ યોજના હેઠળ દેશભરના 10 કરોડ ગરીબ પરિવારોના 50 કરોડ લોકોને સીધો લાભ આપવામાં આવશે. તેમાં દરેક એક પરિવારને પાંચ લાખ રૂપિયાની સ્વાસ્થ્ય વીમા પૂરી પાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આયુષ્માન યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા તમારે જાણવુ જરૂરી છે કે આ યોજનાના લાભાર્થીઓની યાદીમાં પોતાનું નામ છે કે નહીં એ આ જાણવા નેશનલ હેલ્થ ઈન્શ્યોરન્સની વેબસાઈટ પર જવુ પડશે. આયુષ્માન ભારતની સત્તાવાર વેબસાઈટ mera.pmjay.gov.in છે. સૌપ્રથમ મોબાઈલ નંબર નોંધાવવો પડશે. જેના પર તમારે એક વન-ટાઈમ-પાસવર્ડ ઓટીપી મોકલવો પડશે. આ કર્યા પછી કેવાઈસીની ઑનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. તેના હેલ્પલાઈન નંબર 14555 પર પણ કૉલ કરી પૂછપરછ કરી શકાશે.