હવેથી લાયસન્સ કે વાહન રજિસ્ટ્રેશનના કાગળ સાથે રાખવાની જરૂર નહીં પડે. ટ્રાફિક પોલીસને કાગળને બદલે પોતાના મોબાઇલ પર લાયસન્સ અને કાગળ દેખાડી શકો છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા ડિજિ લોકર અથવા પરિવહન મંત્રાલયના પ્લેટફોર્મ પર પોતાની વિગતો મૂકવાની રહેશે. કેન્દ્રએ ગુરુવારે તમામ રાજ્યોને આદેશ કર્યા છે કે, ઇલેક્ટ્રોનિક ફોર્મમાં લાયસન્સ , રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર અથવા અન્ય દસ્તાવેજોને હવે માન્ય ગણાશે.
સરકારે કોઇપણ કામ માટે લાયસન્સ અથવા અન્ય દસ્તાવેજોના હાર્ડકૉપી સાથે રાખવા અથવા લઇ જવાનું ફરજિયાતપણુ દૂર કરી દીધુ છે. હવે તમારે એક ડિજિલૉકર ખોલવુ પડશે. આ સ્કીમ લૉન્ચ કરી દેવામાં આવી છે અને તેમાં તમે તમારા તમામ દસ્તાવેજોની સૉફ્ટ કૉપી રાખી શકો છો. ડિજિલૉકરથી લોકોને બે લાભ થશે. એક તો દસ્તાવેજ સુરક્ષિત રહેશે અને બીજુ કે ક્યાંક પણ જરૂરિયાત ઉભી થાય તો તમે લૉકર ખોલીને તેનો ઉપયોગ કરી શકો છો.
ડિજિટલ લૉકર એટલે કે ડિજિલૉકર પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી યોજના ડિજિટલ ઇન્ડિયાનો એક મુખ્ય હિસ્સો છે. ડિજિટલ લૉકરનો ઉદ્દેશ જન્મપ્રમાણપત્ર, પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણપત્ર જેવા મહત્વના દસ્તાવેજોના ઉપયોગને ઘટાડવાનો અને એજન્સીઓ વચ્ચે ઇ-દસ્તાવેજોનાં આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે.
ડિજિટલ લૉકરમાં ઇ-સાઇનની સુવિધા પણ છે જેનો ઉપયોગ ડિજિટલ રૂપે સાઇન કરવા માટે કરી શકાય તેમ છે. ગત મહિને આવેલા આંકડા અનુસાર પીએમ મોદીની સરકાર દ્વારા લગભગ વર્ષ પહેલા શરૂ થયેલી ડિજિલૉકર સર્વિસમાં 78 લાખથી વધુ લોકો રજીસ્ટર કરાવી ચુક્યા છે.
ડિજિયલ લૉકર બનાવવા માટે તમારે https://digitallocker.gov.in પર એકાઉન્ટ બનાવો. તેના માટે તમારા આધાર કાર્ડ નંબરની પણ જરૂર પડશે. સાઇટ પર સાઇન અપ કરો. જેમાં યૂઝર વેરિફિકેશન માટે બે વિકલ્પ હશે. પહેલો વિકલ્પ ઓટીપી છે. જેના પર ક્લિક કરતા તમારા આધાર સાથે લિંક મોબાઇલ નંબર પર આ પાસવર્ડ આવશે.
જો તમે બીજો વિકલ્પ એટલે કે અંગૂઠાનું નિશાન પસંદ કરો તો એક પેજ ખૂલશે જ્યાં તમારે તમારા અંગૂઠાનું નિશાન લગાવવાનું છે. જો આ નિશાન માન્ય હશે તો યૂઝર વેરિફિકેશન થઇ શકશે અને તમે તમારુ યુઝરનેમ અને પાસવર્ડ ક્રિએટ કરી શકશો. લૉકરમાં pdf, jpg, jpeg, png, bmp અને gif ફૉરમેટની ફાઇલ સેલ કરી શકો છો. અપલોડ કરવાની ફાઇલની સાઇઝ 1એમબીથી વધુ ન હોવી જોઇએ. હાલ દરેક યુઝરને 10એમબી સ્પેસ આપવામાં આવશે. જે પછી તેમાં 1જીબીનો વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. તેનાથી ઓનલાઇન દસ્તાવેજોની પ્રામાણિકતા સુનિશ્વિત થશે.