ગુજરાત વિધાનસભામાં અનઅધિકૃત વિકાસ નિયમિત કરવા બાબત વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. જેમાં અનઅધિકૃત બાંધકામ નિયમિત કરાવી શકાશે તેમજ હવે ગેરકાયદે મકાનો નિયમિત શરતો મુજબ નિયમિત કરાવી શકાશે
વિધેયકની મહત્વની જોગવાઇઓ
રાજયની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓ વિસ્તારમાં તા.૦૧ ઓક્ટોબર ૨૦૨૨ પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામો નિયમિત કરી શકાશે
વટહુકમની તારીખ 17 ઓક્ટોબર 2022 થી ચાર માસમાં આ બાંધકામો નિયમિત કરવા મકાન માલિક-કબજેદારોએ e-nagar પોર્ટલ પર અરજી કરવાની રહેશે
ફી ભરવા માટે બે માસની સમયમર્યાદા રહેશે
સત્તામંડળના નિર્ણયથી નારાજ અરજદાર નિર્ણય મળ્યાના ૬૦ દિવસમાં અપીલ અધિકારી સમક્ષ અપીલ કરી શકશે
બાંધકામના આધાર માટે નિયત કરેલા દસ્તાવેજોમાં ખોટી માહિતી રજૂ કરનાર સામે ફોજદારી કાયદા મુજબ કાર્યવાહી કરાશે નવી શ૨તની જમીનમાં થયેલ બાંધકામો નિયમિત કરી શકાશે નહીં