મોરબીનાં માણીયા મીયાણામાં બે દિવસમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સાથે વર્ષનો 178 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે ખેડૂતોનાં ઊભા પાકનાં ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના કારણે એક ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયાની ભીતિ સેવાઇ રહી છે. મહત્વનું છે કે ગયા વર્ષે અહીં સુકો દુષ્કાળ હતો અને આ વર્ષે લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ થતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ભારે વરસાદની સાથે ગામનું તળાવ પણ છલોછલ ભરાયા બાદ તૂટ્યું હતું જેના પાણી પણ ખેતરોમાં ફરી વળ્યાં છે.
ગુજરાતીની ટીમે મોરબીનાં આ ખેડૂતો સાથે વાત કરતાં તેમણે પોતાની વ્યથા ઠાલવી હતી. ખેડૂતોએ કહ્યું કે અમારા પાક તૈયાર હતો તેને કાપવાનો સમય હતો ત્યારે જ ભારે વરસાદ ખાબકતા કપાસ, તલ, બાજરી અને અડદનાં ઊભા પાકો નષ્ટ પામ્યા છે. અમને લાખો રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે. હવે સરકાર અમારી સામે જુએ તેવી આશા છે.