ગુજરાતી મૂવી એની માને....માં હોટ કિસિંગ સીન વિવાદ સર્જે તેમ છે. બોલ્ડ એન્ડ બ્યુટીફુલનો જશ મેળવનાર આ ફિલ્મ રિલિઝના ત્રણ જ દિવસમાં ગુજરાત અને મુંબઈમાં સારો પ્રતિસાદ મેળવી ચૂકી છે. રિલીઝ અગાઉ કિસીંગ સીનને લઇને આ ફિલ્મ બોલ્ડ હોવાનો વિવાદ સર્જાયો હતો. ફિલ્મમાં સુરતના યુવકના રોકસ્ટાર બનવાનો સંઘર્ષ અને હાઈ-ક્લાસ પંજાબ ફેમિલીની દિકરી સાથેના રોમાન્સની આસપાસ ફિલ્મની કથા ચાલે છે.