કોંગ્રેસના નેતા કિર્તી આઝાદ મંગળવારે પાટનગર ખાતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરીજીની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. કિર્તી આઝાદની સાથે જનતાદળ(યુ)ના ભૂતપૂર્વ મહામંત્રી પવન વર્મા પણ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા.
હું મમતા બેનરજીના નેતૃત્વમાં કામ કરવાનું શરૂ કરી દઇશ અને હું ફિલ્ડમાં રહીને કામ કરીશ . ભાજપનું રાજકારણ ભાગલાવાદી છે અને અમે તેની સામે જોરદાર લડત આપીશું. આજે મમતા બેનરજી જેવા એવા નેતાની તાતી જરૂર છે જે દેશને સાચો દિશા નિર્દેશ કરી શકે એમ આઝાદે નવા પક્ષ સાથે જોડાયા બાદ પત્રકારોને કહ્યું હતું.