સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં આજે સવારે 11 વાગ્યે બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ. આજે ગૃહની કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે વક્ફ બિલ રજૂ કરવામાં આવ્યું છે જેના પર આશરે 8 કલાક ચર્ચા ચાલશે. કિરેન રિજીજૂએ લોકસભામાં વક્ફ બિલ રજૂ કર્યુ હતું. વક્ફ બિલ રજૂ થતાંની સાથે વિપક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકાર બુધવારે લોકસભામાં વકફ સંશોધન બિલ 2024 (WAQF AMENDMENT BILL) રજૂ કરશે. કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ મંગળવારે જણાવ્યું હતું કે આજે 2 એપ્રિલના રોજ પ્રશ્નકાળ પછી બિલને વિચારણા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે બિલ પર 8 કલાક સુધી ચર્ચા થશે, જેને આગળ વધારી શકાય છે.