વડોદરાની અખંડ ફાર્મની પાર્ટીમાં કિરણ મોરે ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. BCCIની સિલેકશન કમિટિના પૂર્વ ચેરમેન મોરેએ પોલીસ પૂછપરછમાં કહ્યુ કે તેને અખંડ ફાર્મનું આમંત્રણ મળ્યું હતુ, અને તે ફાર્મમાં તે ગયો હતો, પણ પોલીસથી ડરીને તે કોતરોમાંથી નીકળી ગયો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસ જપ્ત કરેલી મહારાષ્ટ્ર પાસિંગની મર્સિડિઝ કાર કિરણ મોરેની હોવાનું પણ સ્પષ્ટ થયું છે.