છત્તીસગઢના બીજાપુર અને દંતેવાડામાં સુરક્ષાદળોએ નક્સલીઓ પર મોટો હુમલો કર્યો છે અને બે અલગ-અલગ કાર્યવાહીમાં 22 નક્સલીઓને ઠાર માર્યા છે. આ ઓપરેશન દરમિયાન એક સૈનિક પણ શહીદ થયા છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે બે અલગ અલગ કાર્યવાહીમાં સુરક્ષા દળોની ટીમે 22 નક્સલીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળોની ટીમે બીજાપુરમાં 18 અને કાંકેરમાં 4 નક્સલીઓને ઠાર માર્યા છે.