નિર્દોષ દર્દીઓની ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરી મોત નીપજાવવાના ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના કૌભાંડમાં ધરપકડ કરાયેલા આરોપી સીઇઓ ચિરાગ હીરાસિંહ રાજપૂત, પ્રતિક યોગેશભાઇ ભટ્ટ, પંકીલ હસમુખભાઇ પટેલ, રાહુલ રાજેન્દ્રકુમાર જૈન અને મિલિન્દ કનુભાઇ પટેલના રિમાન્ડ પૂરા થતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પાંચેય આરોપીઓને સાબરમતી જેલમાં એટલે કે, જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.