કોમર્સ જુનિયર કોલેજમાં ભણતી 16 વર્ષની ખુશી કોઠારી સૌથી નાની વયની ગુજરાતી ફિલ્મમેકર બની છે. તે પોતાની બહેન નતાશા કોઠારી સાથે મળીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. રીયુનિયન ફિલ્મ માટે તેણે કામ કર્યું છે. તેનું કહેવું છે કે ફિલ્મ પ્રોડક્શન એ પડકારવાળું કામ છે. અનેક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે જેથી ફિલ્મ જોનારના રંગમાં ભંગ ના પડે.