-
અમદાવાદની ખુશાલી પુરોહિત નામની સાઈકલિસ્ટે અત્યંત કઠીન ગણાતી 200,300,400,600 કિલોમીટરની સવારી બાદ 1000 કિ.મી.નું અંતર નિયત સમય 75 કલાક કરતા ઓછા સમયમાં પૂર્ણ કરીને ગુજરાતની પ્રથમ મહિલા ‘રેન્ડેન્યોર’ સાઈકલિસ્ટ બની ને એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. તેઓ આ સાથે જ પીબીપી એટલે કે પેરિસ બ્રેસ્ટ પેરિસ સાયકલીંગ સ્પર્ધા-2019 માટે યોગ્યતા ધરાવે છે. ઉપરાંત તેઓ બીઆરએમ ધોરણ-યોગ્યતાનું એક માપદંડ- પણ પુરૂ કરનાર ગુજરાતની પ્રથમ મહિલા તરીકે પણ પ્રસ્થાપિત થઇ છે. તેમણે આકરી ગરમી- ઠંડી, ટ્રાફિક, ઘુંટણની પીડા, ઉંધ વગેરેની ચિંતા કર્યા વગર આ કઠીન સ્પર્ધા પૂર્ણ કરી છે. ખુશાલી પુરોહિતએ આ અંગે ખુશાલી વ્યક્ત કરતા જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં કોઈપણ મહિલાએ હજુ સુધી આ કઠીન ગણાતી સ્પર્ધા 1000 બીઆરએમએસ પૂર્ણ કરી નથી. હું મારી જાતને સખ્ખત મહેનત કરીને હંમેશા ચકાસવા માંગુ છું અને આ સ્પર્ધામા પણ મારી જાતને ચકાસીને સફળ થઈ છું.