Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય હકૂમત હેઠળના આંદામાન –નિકોબારમાં એક દૂર અંતરિયાળ ટાપુ પર વસતા પ્રાચીન સમયના સેન્ટીનીલીસ નામની આદિવાસી જાતિને મળવાના પ્રયાસમાં પોતાનો જીવ ગુમાવનાર 26 વર્ષિય અમેરિકન ખ્રિસ્તી મિશનરી જહોન ચાઉએ પોતાની ડાયરીમાં જે અંતિમ શબ્દો લખ્યા હતા તેમાં આ વિસ્તારને શૈતાનનો છેલ્લો મજબૂત કિલ્લો ગણાવ્યો હતો. તેણે લખ્યું હતું કે ઇશ્વર, આ ટાપુ શૈતાનનો છેલ્લો એવો મજબૂત કિલ્લો છે કે જ્યાંના લોકોએ તમારા નામ વિશે સાંભળ્યું હશે કે પછી તેમને તમારૂ નામ સાંભળવાની તક મળી હશે કે કેમ. આ મિશનરી વગર મંજૂરીએ આ નિર્જન ટાપુ પર કેટલાક મછીમારોની મદદથી પહોંચ્યો હતો પરંતુ ત્યાના આદિવાસીઓએ તીર મારીને તેમની હત્યા કરી નાંખી હતી. માછીમારો તેને ટાપુના કિનારે ઉતારીને ભાગી આવ્યાં હતા. આ આદિવાસીઓ કહે છે કે હજારો વર્ષોથી ત્યાં રહે છે અને કોઇને મળતા નથી કે કોઇને તેમની નજીક આવવા દેતા નથી. મિશનરીએ આ અગાઉ ચાર વખત આ ટાપુ પર જવાનો પ્રયાસ કર્યો હતો. તેનો ઇરાદો આ આદિવાસીઓને ખ્રિસ્તી બનાવવાનો હતો. આ યુવાન ઓરલ રોબર્ટ યુનિ.નો સ્નાતક હતો અને ખ્રિસ્તી ધર્મના ફેલાવાની પ્રવૃતિને વરેલો હતો. તેણે પોતાની ડાયરી તેને ટાપુ સુધી લઇ જનાર માછીમારોને આપી દીધી હતી. કદાચ તેને આશંકા હશે કે આ આદિવાસીઓ તેને મારી નાંખશે. તેવા સંજોગામાં ડાયરી દ્વારા તેની વિગતો બીજા સુધી પહોંચી શકશે. અમેરિકાના જાણીતા અખબાર વોશિંગ્ટન પોસ્ટ દ્વારા મિશનરીની ડાયરીના પાનાં મેળવીને અહેવાલ પણ પ્રસિધ્ધ કર્યો છે. યુવા મિશનરી જાણતો હતો કે તે વગર મંજૂરીએ ટાપુ પર જઇ રહ્યો છે. તેણે કેટલાક સ્થાનિક માછીમારોને વધુ પૈસાની લાલચે ભારતીય કોસ્ટ ગાર્ડની નજર ચુકાવીને તથા અન્ય સત્તાવાળાઓથી છુપાવીને તેને ટાપુ સુધી લઇ જવા તૈયાર કર્યા હતા. તે જ્યારે હોડીમાં જઇ રહ્યો હતો ત્યારે પણ ડાયરીમાં નોંધ્યું હતું કે ઇશ્વર તેની સાથે છે અને ઇશ્વર તેને કોસ્ટ ગાર્ડ અને અન્ય પેટ્રોલિંગ કરનાર એજન્સીઓથી બચાવીને ટાપુ સુધી લઇ જઇ રહ્યાં છે. આ અગાઉ જ્યારે તેણે આ આદિવાસીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આદિવાસીઓએ તેના ઉપર તીરથી હુમલો કર્યો હતો. તેમ છતાં તે ફરીથી તેમને જાણે કે કોઇપણ ભોગે મળીને સમજાવીને તેમના ગળામાં ક્રોસ પહેરાવવાના હેતુથી મિશનને પાર પાડવા આવ્યો હતો. પરંતુ આદિવાસીઓના ગળામાં ક્રોસને બદલે તેના પાર્થિવ શરીર પર ક્રોસ મૂકવાનો વારો આવ્યો હતો. આ આદિવાસીઓ અત્યંત હિંસક અને ખતરનાક છે તથા કોઇને પણ તેમના ટાપુ સુધી ફરકવા દેતા નથી.સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તીઓની વસ્તી સારા એવા પ્રમાણમાં છે. ચાઉ નામનો યુવા મિશનરી જે આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરવા માંગતો હતો તેની વસ્તી કાંઇ વધારે નથી. આ આદિવાસીઓ ખ્રિસ્તી ના બન્યા હોત તો પણ એ ધર્મના વડા પોપનું કાંઇ લૂંટાઇ જવાનું નહોતું. ધાર્મિક ઉન્માદમાં એક 26 વર્ષિય યુવા મિશનરીએ નાહકમાં પોતાનો જીવ ગુમાવ્યો. ધર્મ પરિવર્તની ઘેલછા અને ઉન્માદ મિશનરીઓને ક્યાંથી ક્યાં લઇ જાય છે તેના વિષે પણ વિચાર કરવો જોઇએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ