રાજકોટ જિલ્લાનું ખોખડદડ ગામ દાખલારુપ છે.ગામમાં 3000ની વસ્તી સામે વૃક્ષોની સંખ્યા 1500 છે. એટલે કે દર બે માણસે એક ઝાડ. ગ્રામ પંચાયતે દર ચોમાસામાં ઘરદીઠ બે ઝાડ વાવવાનું ફરજિયાત કર્યુ અને જો તે ઘર ઝાડ ન ઉછેરે પાણીનું જોડાણ કાપવાનો નિયમ કર્યો, જેનું સારું પરિણામ મળ્યું. આડ વાત- અમદાવાદમાં 100ની વસ્તીએ 11 ઝાડ અને રાજકોટમાં 10 ઝાડ છે.