મા ખોડીયાર લેઉવા પાટીદાર સમાજની કુળદેવી માનવામાં આવે છે. કાગવડ ખાતે નિર્માણ પામેલા ખોડલધામ મંદિરના ટ્રસ્ટ દ્વારા સમાજના લોકોના વિકાસ માટે ઘણા કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરતની આસપાસ દક્ષિણ ગુજરાતમાં પણ ખોડલધામ જેવું મંદિર બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આ માહિતી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે પોતે આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલની અધ્યક્ષતામાં પરબતભાઈ કાછડીયાના નિવાસ સ્થાને એક મીટિંગ યોજવામાં આવી હતી. આ મીટિંગમાં લેઉવા પાટીદાર સમાજના કેટલાએ અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં ઉદ્યોગકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે માહિતી આપતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટના મધ્યસ્થમાં એક ખોડલધામ મંદિરનું નિર્માણ સફળ રીતે થયું છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ લેઉવા પાટીદાર સમાજની મોટી સંખ્યા છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ એક ખોડલધામ મંદિરનું નિર્માણ થાય તે અંગે વિચાર થઈ રહ્યો છે.